મધ્યવર્તી પુસ્તકાલય, વડોદરા પરિચય આપતી પુસ્તિકા વર્ષ - ૨૦૧૭ રાજય ગ્રંથપાલશ્રી મધ્યવર્તી પુસ્તકાલય,વડોદરા મધ્યવર્તી પુસ્તકાલય, વડોદરા પરિચય પુસ્તિકા![]()
![]()
ગૌરવવંતો ઈતિહાસ:- ભૂતપૂર્વ વડોદરા રાજ્યના પ્રજાવત્સલ અને આર્ષદ્રષ્ટા મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) (૧૮૬૯ – ૧૯૩૯) ના કલ્યાણકારી રાજ્યશાશન દરમ્યાન મહારાજાના યુરોપ અને અમેરિકાના પ્રવાસોમાં ત્યાંની સાર્વજનિક પુસ્તકાલય પ્રવૃત્તિના વિકાસથી પ્રભાવિત થઈ વડોદરા રાજ્યની પ્રજા પણ આવી સ્વયંશિક્ષણ અને આજીવન કેળવણીની પ્રવૃત્તિથી લાભાન્વિત થાય તેવા ઉમદા હેતુથી મહારાજાએ પોતાના લક્ષ્મી વિલાસ પેલેસમાં સંગ્રહિત ગ્રંથો (પેલેસ લાઈબ્રેરી) કે જેનો ઉપયોગ રાજ્ય કુટુંબ તથા તેના અધિકારી વર્ગ માટે સિમિત હતો તેને જૂના સરકારવાડા (રોયલ મેન્શન) માં સ્થળાંતરિત કરીને પ્રજાજનો તેનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી. આ એ જગ્યા હતી કે જ્યાંથી શહેરના પ્રજાજનોને રાજ્યકુટુંબના ખુશીના પ્રસંગોએ તથા વિવિધ તહેવારોએ મીઠાઈ વહેંચવામાં આવતી હતી. તે જગ્યાએ પ્રજાજનોની વાંચનભૂખ માટે સરસ્વતિ મંદિર સમાન આ પુસ્તકાલય વર્ષ-૧૯૧૦માં વડોદરાના પ્રજાજનો માટે ખલ્લુ મુકવામાં આવ્યું. આ ગ્રંથસગ્રહમાં સંપતરાવ ગાયકવાડના અંગત સંગ્રહનો પણ ઉમેરો થયેલો. તાલીમી ગ્રંથપાલની નિમણૂંક:-
આ પુસ્તકાલયની શરૂઆતની વ્યવસ્થા તથા તેના વિકાસ માટે મહારાજાએ ગ્રંથાલય વર્ગીકરણ પધ્ધતિના પ્રણેતા એવા મેલ્વીલ ડ્યૂઈએ અમેરિકામાં શરૂ કરેલ ગ્રંથાલય શાસ્ત્રની તાલીમ સ્કૂલના શિષ્ય એવા વિલિયમ એલીન્સન બોર્ડનની ત્રણ (૩) વર્ષના કરાર આધારિત નિમણૂંક કરી તેઓને વડોદરા બોલાવી આ કાર્ય તેઓને સોંપવામાં આવ્યું. સાર્વજનિક પુસ્તકાલયમાં તાલીમ પામેલ ગ્રંથપાલની નિમણૂંકનો સમગ્ર ભારતમાં સહુ પ્રથમ કિસ્સો બની રહ્યો. જે આ ગ્રંથાલયનો ગૌરવવંતા ઈતિહાસની પૃષ્ઠભૂમિ સમાન છે. વિલિયમ એલીન્સન બોર્ડન ના માર્ગદર્શન હેઠળ અને તે સમયના ગ્રંથાલયના કર્મચારીઓના સક્રિય પ્રયાસોથી ટૂંક સમયમાંજ આ પુસ્તકાલયની સેવાઓનો વિસ્તાર કરવામાં આવ્યો અને તેમાં નીચેના વિભાગો શરૂ કરવામાં આવ્યા.
(૧) લેન્ડીંગ લાઈબ્રેરી ( પુસ્તક આપ-લે વિભાગ. )
(૨) રેફરન્સ લાયબેરી ( સંદર્ભ વિભાગ )
(૩) મહિલા લાઈબ્રેરી ( સ્ત્રીઓ માટેનો અલાયદો વિભાગ )
(૪) ચીલ્ડ્રન લાઈબ્રેરી (બાળકો માટેનો અલાયદો વિભાગ)
(૫) વીઝ્યુઅલ ઈન્સ્ટ્રક્શન લાઈબ્રેરી.(ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનો ને ર્દશ્યપટ ફિલ્મોના
નિદર્શન દ્વારા તેઓમાં જ્ઞાન અને માહિતીના પ્રસાર માટે વીઝ્યુઅલ એજ્યુકેશનલ
મટીરીયલ્સ વસાવવામાં આવેલ જેને બળદગાડામાં લઈ જઈ ગ્રામ વિસ્તારોમાં નિદર્શન
કરવામાં આવતું)
(૬) મોબાઈલ લાઈબ્રેરી (ફરતુ પુસ્તકાલય વિભાગ)
(ગ્રામ્ય વિસ્તારમાં ગ્રથાલય સેવા કેન્દ્રો ખોલી ત્યાં ગ્રથાલય સેવાઓ ઉપલબ્ધ
કરાવવા પેટીઓ દ્વારા પુસ્તકો પુરાં પાડવામાં આવતાં)
(૭) સંસ્કૃત સાહિત્ય અને પૌવાર્ત્ય શાસ્ત્ર વિભાગ (આ વિભાગ હેઠળ સંસ્કૃત તથા અન્ય
ભાષાની હસ્તપ્રતો નો સંગ્રહ ઉભો કરવામાં આવ્યો) (આ વિભાગ પાછળથી
ઓરીએન્ટલ ઈન્સ્ટીટ્યુટ તરીકે અલગ સંસ્થામાં પરિણમ્યો)
(૮) સ્ટેટ લાયબ્રેરીઝ ડિપાર્ટમેન્ટ (વડોદરા રાજ્યના વડોદરા શહેર સિવાયના વિસ્તારોમાં જાહેર ગ્રથાલયો શરૂ કરવાની
કાર્યવાહી સંભાળતો વિભાગ વિલિયમ બોર્ડનના માર્ગદર્શન હેઠળ ભૂતપૂર્વ વડોદરા રાજ્યમાં આ ગ્રંથાલયના નેજા હેઠળ
શરૂ થયેલ સાર્વજનિક ગ્રંથાલય પ્રવૃત્તિનો સમગ્ર વડોદરા રાજ્યમાં વિસ્તાર થયો અને તેમાં ભારતની ગ્રંથાલય પ્રવૃત્તિના
ઈતિહાસમાં “વડોદરા રાજ્યની સાર્વજનિક ગ્રંથાલય પ્રવૃત્તિ”તરીકે ગૌરવવંતુ સ્થાન મળેલ જેની સમગ્ર ભારત વર્ષે
નોંધ લીધેલ તથા હજુ પણ તે ગ્રંથાલય પ્રવૃત્તિ ના ઈતિહાસનું સોનેરી પ્રકરણ લેખાય છે.
ગ્રંથાલય પ્રવૃત્તિના ઈતિહાસ માં અગ્રેસર (Pioneer) ગણાય તેવી સિધ્ધિઓ:-
(૧) તાલીમી ગ્રંથપાલની નિમણૂંક ધરાવતું સહુ પ્રથમ સાર્વજનિક ગ્રંથાલય.
(૨) ગ્રંથાલયશાસ્ત્રની વિધિસરની તાલીમ માટે નો સમગ્ર ભારતમાં સહુ પ્રથમ વર્ગ
(LIBRARY SCINCE TRAINING CLASS) આ ગ્રંથાલયમાં શરૂ થયેલ.
(૩) ગ્રથાલયશાસ્ત્ર અને ગ્રંથાલય પ્રવ્રત્તિ માટેનું સહુ પ્રથમ સામયિક” લાઈબ્રેરી મિસેલની“
- ત્રિમાસિક ઈ.સ.૧૯૧૨ થી ગુજરાતી, મરાઠી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં આ
ગ્રંથાલય દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવતુ.જે ઈ.સ. ૧૯૧૯ સુધી ચાલુ રહ્યુ.
(૪) મુક્ત પ્રવેશ દ્વાર (OPEN ACCESS) પધ્ધતિનો સહુ પ્રથમ ઉપયોગ.
(૫) ગ્રંથાલયની આગવી શાસ્ત્રીય ગ્રંથાલય વર્ગીકરણ પધ્ધત્તિ (બોર્ડન
ક્લાસીફીકેશન સીસ્ટમ) નો ઉપયોગ ધરાવતુ સહુ પ્રથમ ગ્રંથાલય.
(૬) ગ્રંથોની સંખ્યાની દ્રષ્ટીએ ગુજરાતનું સહુ થી મોટુ સાર્વજનિક પુસ્તકાલય
(૭) ફરતુ પુસ્તકાલય અને વિઝ્યુઅલ ઈન્સ્ટ્રક્શન સેવાઓ શરૂ કરનાર સહુ પ્રથમ ગ્રંથાલય
(૮) ગ્રંથ પ્રદર્શન માટે ૨ (બે) વાર રાષ્ટ્રિય સ્તરે સુવર્ણ ચંદ્રક મેળવેલ છે.(૧૯૧૮ અને
૧૯૨૦)
ગ્રંથ સંગ્રહની વિશેષતાઓ:-
મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને સંપતરાવ ગાયકવાડના અંગત ગ્રથસંગ્રહો (પેલેસ લાઈબ્રેરી અને સયાજી લાયબ્રેરીનો
ગ્રંથસંગ્રહ)
મહારાજાને દેશ વિદેશથી ભેટ મળેલ ગ્રંથો
યુરોપીયન સાહિત્ય અને સંસ્કૃતિને લગતા અલભ્ય ગ્રંથો
બ્રિટીશ રાજ્ય સમયના ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિ ને લગતા ગ્રંથો
વડોદરા રાજ્યના શાશનકાળ સમયના વાર્ષિક વહિવટી અહેવાલ (એડમીનીસ્ટ્રેટીવ રિપોર્ટસ)
વડોદરા રાજ્ય સમયના ગેઝેટીયર્સ તથા વસતિ ગણતરીના ગ્રંથો (૧૯૦૧ થી ૧૯૪૧)
“ સયાજી ગ્રંથમાળા “ ના પુસ્તકો
ઈમ્પીરીયલ ગેઝેટીયર્સ ના વોલ્યુમ
“ લાઈબ્રેરી મિસેલની” – ત્રિ માસિક (ગ્રંથાલય પ્રવૃત્તિ અંગેનું ભારતભરનું સહુ પ્રથમ સામયિક (ગુજરાતી – અંગ્રેજી -
મરાઠી ત્રણ ભાષામાં પ્રગટ થતું) ના તમામ અંકોના બાઉન્ડ વોલ્યુમ.
૧૯ મી સદી અને ૨૦ મી સદીના આઝાદી પૂર્વેના સમયગાળાના સામયિકોના બાઉન્ડ વોલ્યુમ.
મીનીએચર લાઈબ્રેરી(મહારાજા ને ભેટ મળેલ મીનીએચર સાઈઝમાં પુસ્તકોનો સેટ)
“સયાજી શાશન શબ્દ કલ્પતરૂ” તથા તેના જેવા અનેક અલભ્ય ગ્રંથો
વડોદરા રાજ્યના રાજવી કુટુંબના તેમજ વડોદરા રાજ્યની વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ/ તહેવારોની ઉજવણી/રાજ્યના
મહેમાનોના આગમન પ્રસંગ વેળાના ફોટોગ્રાફ આલ્બમ નો ઐતિહાસિક વારસો.
કોપીરાઈટ વિભાગ – ગુજરાત પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ બૂક્સ એક્ટ હેઠળ આ ગ્રંથાલયને ગુજરાતભરમાંથી પ્રસિધ્ધ થતાં
પુસ્તકોની એક નકલ વિના મૂલ્યે કાયદાકીય જોગવાઈને આધિન પ્રાપ્ત થાય છે.જે આ વિભાગમાં સાચવવામાં આવે છે.
વિશિષ્ટ ગ્રંથો (Book Curiosities):-
આ ગ્રંથાલય Book Curiosities નું એક નાનું મ્યુઝીયમ ધરાવે છે. જેમાં Lilipution
Library of Devid Bryce’s Miniature Editions of
Shakespear, the Kuran, the BhagavdGita, the Avesta and
Other Books નો સંગ્રહ છે. વળી, Facsimile Reproductions of
the four folios of Shakespeare and of all the
quartos નો પણ સમાવેશ થાય છે. જાણીતા કલા વિશેષજ્ઞ ( Critic ) અને સાહિત્યકાર M. H.
Spierman, F.S.A. એ મહારાજા સયાજીરાવ ગાયકવડ ત્રીજાને તેઓના અમેરિકા પ્રવાસ દરમ્યાન કેટલીક
Early Printed Books સાથે આ ‘મીનીએચર લાઈબ્રેરી’ મહારાજાને ભેટ આપેલ હતી.
આ ઉપરાંત Facsimiles of Early Printed Books in
the British Museum ઉપરથી ફોટોસ્ટેટ કેમેરા દ્વારા રીપ્રોડકસન કરાયેલ એક સંગ્રહ પણ અહીં
ભેટ તરીકે મળેલ છે.
વધુમાં આ ગ્રંથાલયના અંગ્રેજી ભાષાના Collection ને સમૃધ્ધ બનાવવા સારૂ ‘ Times
Literary Supplement’ ના સંપાદકોને આ ગ્રંથાલયના Class Lists ચકાસી
તેઓના સૂચનો વડે ભલામણ કરાયેલ અંગ્રેજી ભાષામાં નવાં પુસ્તકો વસાવાયેલ.
ગુજરાતી ભાષામાં પુસ્તકોની પસંદગીયુકત ખરીદી ઉપરાંત ગુજરાતી ભાષામાં પુસ્તકો માટે
‘Depository Library’ તરીકે વિકસાવવાનો ખ્યાલ પણ તે વખતથી રાખવામાં આવેલ.
આથી ગુજરાતી ભાષામાં પ્રસિધ્ધ થતા તમામ પુસ્તકો આ સંગ્રહમાં ઉમેરવામાં આવતાં.
ગ્રંથાલયના ગ્રંથ સંગ્રહમાં મહારાણી વિકટોરીયાના શાસનકાળ પૂર્વે અંગ્રેજોના કલકત્તા ખાતે આગમન સમયગાળાના
ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળના કેટલાક ગ્રંથો, ટીપુ સુલતાન સાથે અંગ્રેજો વતી યુધ્ધ લડેલ Major
Dirom દ્વારા આ યુધ્ધ માટેની તેઓની રણનીતી અંગેનો અહેવાલ રજૂ કરતું પુસ્તક ‘A Narrative
of campaign In India, which Terminated the war with
Tipoo Sultan in 1792 with Maps and Plans And a view
of seringapatanam. By Major dirom, W. Bulnur & Co.,
London, 1793
Bombay And Western India by James Douglas, Pub.
Sampson Low, Marston & Company, London, 1893,
vol. – I & II
CAPITAL: A Critical Analysis of Capitalist
Production by Karl Marx Translated from the 3rd
German Edition By Samual Moore and Edward Aveling
Pub: Swan & Co. Ltd., London, 1896
PAMIR - EXPEDITION: Old and New Architecure
In Khira, Bokhara And Turkestan By
O. Olufsen , 1st Lieutenant in the Danish Army,
Chief of the Expeditions, Copenhagen, 1894
The Proposed Mohamedan University by Mohamed
Ali with Endorsement in his own handwriting
1st January, 1905 Caxton Printing Press, 1904.
ચિત્રકાર કનુ દેસાઇના ‘ગીત ગોવિંદ’ ઉપરના ચિત્રોનો ચિત્ર સંગ્રહ
રવિશંકર રાવળનો કલાપી ઉપરનો વિવિધ ચિત્રોનો ‘Kalapi Album’ ગ્રંથ જેની આમુખ
કનૈયાલાલ મુનશીએ લખેલ છે. મે. જીવણલાલ એન્ડ સન્સ, મુંબઇ, ૧૯૩૪ માં પ્રકાશિતજેમાં કલાપીના પોતાના
હસ્તાક્ષરમાં શોભના પર લખાયેલ પત્રો, કલાપીની ડાયરીના કેટલાક પૃષ્ઠો વિવિધ ઉંમરના અને વિવિધ લાક્ષણિક
મુદ્રામાં ફોટોગ્રાફ્સ, શોંભના (મોંધીબા) ના ફોટોગ્રાફ, કલાપીના રચનાત્મક વિવિધ પાત્રોના રેખાચિત્રો, કલાપીના
વિવિધ પત્રો વિગેરેનો સમાવેશ છે.
મધ્યવર્તી પુસ્તકાલય, વડોદરા માટે તે સમયે કાયમી ધોરણે જે પ્રકાશન સંસ્થાઓમાં કાયમી ગ્રાહક તરીકે નોંધણી
કરાવવામાં આવેલ હતી તેવી નીચે દર્શાવેલ પ્રકાશન સંસ્થાઓના પ્રકાશનો પણ અત્રે ઉપલબ્ધ છે.
૧. સયાજી સાહિત્ય માળા, વડોદરા
૨. સયાજી બાળ જ્ઞાન માળા, વડોદરા
૩. સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ
૪. ભારત ગૌરવ ગ્રંથમાળા, મુંબઇ ૫. સરસ વાઙગમય રત્નમાળા, પુના
૬. નવભારત ગ્રંથમાળા, નાગપુર ૭. સુરસ ગ્રંથમાળા, પંઢરપુર ૮. The Book Society, London
૯. The Evening Standard, London
૧૦. The National Book Louncid, London
૧૧. The Right Book Club, London
૧૨. ગુજરાત વાર્નાક્યુલર સોસાયટી
જૂના સામયિકોના બંધાવેલ અંકોઃ
આ ગ્રંથાલયમાં ૧૯મી સદીમાં અને ૨૦મી સદીના પૂર્વાર્ધમાં પ્રગટ થયેલ સામયિકોના બંધાવેલ અંકો ઉપલબ્ધ છે.
૧૯ મી સદીના સૌથી જૂના સામયિકના અંકોમાં ઇ. સ. ૧૮૫૦ માં પ્રસિધ્ધ થયેલ ‘ગનાન પરસારક’ નું એક
વોલ્યુમ તથા ત્યારબાદ ઇ.સ.૧૮૫૭ થી ઇ.સ. ૧૯૪૮ દરમ્યાન પ્રસિધ્ધ થયેલ ‘સ્ત્રીબોધ’ સામયિકના જૂના
વોલ્યુમ (કુલ ગ્રંથ ૫૫) ઉપલબ્ધ છે.
આ સિવાય ૧૯ મી સદીના અન્ય સામયિકોના કુલ ૩૧૨ બંધાવેલ, ગ્રંથો ઉપલબ્ધ છે. જેમાં મહત્વનાં કહી
શકાય તેવા સામયિકો છેઃ સ્વદેશવત્સલ, મહાકાલ, કેળવણી, બુધ્ધિપ્રકાશ, ગુજરાત શાળાપત્ર, સુદર્શન,
સમાલોચક, પ્રિયંવદા, ચન્દ્ર વગેરે
મધ્યવર્તી પુસ્તકાલયની નોંધ કે ઉલ્લેખ જે પુસ્તકો કે સામયિકોએ લીધેલ હોય તેવા પ્રકાશનો ની વિગતઃ
1. Dr. Marble : Round – The World Travel Guide, 1923
2. Sanderson ( C. R. ) : Library Law, London, 1923
3. Bown ( J. D. ) : Manual of Library Economy, 4th ed.,1920,
4. Rees ( Miss Gwendolen ) : Libraries for Children, 1924
5. Times Literary Supplement : Augsut, 1927
6. Vienna Oriental Journal : 1926
7. EUROPA WORLD OF LEARNING, London
8. BARODA: KNOW YOUR ROOTS, Connecting People To The Banyan City
: Bennett, Coleman & Co. Ltd., Ahmedabad, 2012
9. Once upon a time … there was Baroada : Heritage Trust, Baroda,2013
10. Architectural Heritage of Gujarat : Commissionrate of Information, Gandhinagar, 2011
મધ્યવર્તી પુસ્તકાલયના મહત્વપૂર્ણ મુલાકાતીઓઃ
Lord Willingdon (Ex Governor of Bombay)(1913-1919), Governer–General
of Canada
Prince Eugene De Ligny, Belgium
Dr. David Lees, D. S. O., M. B., F.R.C.S.E. Member of the Social Hygien Commision
India
Sir Thomas H. Middleton, K. B. E., C. B., LL. D. Member of the Royal Commission
on Agriculture in India, 1926-27
Prof. Franklin Edgerton, Professor ofSanskrit,Yale University,New Hanen,
U. S. A.
Mr. F. G. A. Andrews, Commissioner of Settlement, Bombay Presidency
Rao Bahadur N. Gopal Swamy Ayyangar, Registrar – General of Panchayats, Madras
મહારાજા ઓફ માયસોર
સર વિશ્વેસરૈયા દિવાન ઓફ માયસોર
બેગમ ઓફ જંજીરા
દિવાન ઓફ લિંબડી
રાવ સાહેબ ઓફ કોલ્હાપુર સ્ટેટ
ચીફ સાહેબ ઓફ ઇચલકરંજી સ્ટેટ
ડાયરેકટર જનરલ ઓફ સ્ટેટીસ્ટીક્સ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડીયા
પંત સચિવ ઓફ ભોર સ્ટેટ
મહારાજા ઓફ કુચબિહાર સ્ટેટ
ગ્રંથાલય ભવનની વિશિષ્ટતા:-
મધ્યવર્તી પુસ્તકાલય, વડોદરા નું ગ્રંથાલય ભવન યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકાના વોશિંગ્ટન સ્થિત
“લાઈબ્રેરી ઓફ કોંગ્રેસ“ ના ગ્રંથાલય ભવન ની ડિઝાઈન પર આધારિત અને સ્થાપત્યકળા ની
દ્રષ્ટિએ અદ્વિતિય ગણી શકાય તેવું છે. હાલનું ગ્રંથાલય ભવન ત્રણ ભાગમાં વહેંચાયેલુ છે.
(અ) આગળનો ભાગ ( FRONT ELIVATION ):-
માંડવી ગેટ થી ચાંપાનેર ગેટ તરફ જવાના રસ્તે બનેલ બે માળ નું બિલ્ડિંગ જે લાકડાના બિમ,ઈંટો,સિમેન્ટ,
સ્ટીલ અને કોપર મટીરીયલ થી બનેલ ભાગ જેમાં નીચલા માળે ગ્રંથાલયનું મુખ્ય પ્રવેશ દ્વાર,પુસ્તક
આપ-લે વિભાગનું કાઉન્ટર,લોબી અને સ્ટોર વિભગ તથા ઉપરના માળે કાર્યાલય, ગ્રંથપાલ ચેમ્બર,
વાતાનુકૂલિત સેમિનાર હોલ તથા મહિલા અને બાળ વિભાગ આવેલ છે.
(બ) ગ્રંથ ભંડાર:- (STACK ROOM):-
ગ્ર્રંથાલયનો ગ્રંથભંડાર એ સ્થાપત્યની દ્રષ્ટિએ વિશિષ્ટતા ધરાવતો મહત્વપૂર્ણ વિભાગ છે. સમગ્ર ગ્રંથભંડાર
૨૬ મી. લંબાઈ X ૧૦ મી. પહોળાઈ ધરાવતા ચાર માળમાં વિભાજીત થતા વિશાળ હોલમાં આવેલ છે.
જેના સૌથી ઉપરના (ચોથા) માળની લાકડાની છતથી લઈને ઉપરથી નીચે તરફ જાય તે રીતે સ્ટીલ સ્ટ્રક્ચર
ફીટ કરેલ છે. જેમાં સમગ્ર સ્ટીલ સ્ટ્રક્ચર ૮૩ ફૂટ લંબાઈ અને ૩૨ ફૂટ પહોળાઈ ધરાવે છે. જે ૩૫૨ સ્ટીલ
રેક્સનો સમાવેશ થાય છે. જે દરેક રેકની ઉંચાઈ ૬ ફૂટની છે.તથા આ રેક્સ બન્ને બાજુએ પુસ્તકો ગોઠવી
શકાય તેવા છે. જે અંદાજે ૩.૫૦ લાખ ઉપરાંત પુસ્તકો સમાવવાની ક્ષમતા ધરાવે છે. આ સ્ટીલ સ્ટ્રક્ચરમાં
સ્ટીલ રેક્સ વચ્ચેની જગ્યામાં ૧૭ મી.મી. જાડાઈ ધરાવતા ત્રણ વિવિધ સાઈઝની બેલ્જીયમ ગ્લાસ પ્લેટ્સ
ફીટ કરવામાં આવેલ છે. જે ગ્રંથ ભંડાર ને પૂરતો સૂર્ય પ્રકાશ અને સ્વચ્છતા પૂરાં પાડે છે. વળી કાચના
ફ્લોરીંગ પર ચાલવાનો અદભુત લ્હાવો વાંચકોને આનંદ સહ આશ્ચર્ય ની અનુભૂતિ કરાવે છે. અને આ જ
કારણોસર આ ગ્રંથાલય “કાચ ની લાઈબ્રેરી“ એ નામ થી પ્રચલિત બનેલ છે.
(ક) એક્ષ્ટેન્ડેડ બીલ્ડીંગ:-
જૂના બીલ્ડીંગમાં જગ્યાની સંકડાશ ની સમસ્યા ઉદભવતાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૧૯૮૭ માં પાછળના
ભાગે નવું ( એક્ષ્ટેન્ડેડ ) બીલ્ડીંગ તૈયાર કરી બન્ને બીલ્ડીંગ ને જોડી દેવામાં આવ્યા. આ એક્ષ્ટેન્ડેડ
બીલ્ડીંગમાં ગ્રંથાલયના (૧) ગ્રંથપ્રાપ્તિ વિભાગ (૨) સંદર્ભ વિભાગ (૩) વિદ્યાર્થી અધ્યયન વિભાગ
(૪) કોપીરાઈટ વિભાગ અને (૫) વાંચનાલય વિભાગ શરૂ કરવામાં આવ્યા છે.
ટેકનોલોજી થી સજ્જ પ્રગતિશીલ વર્તમાન:-
લાઈબ્રેરી કોમ્પ્યુટરાઈઝેશન:-
ગ્રંથાલયની સેવાઓના આધુનિકરણ તથા વાચકોને ઝડપી અને કાર્યક્ષમ સેવાઓ આપવા માટે વર્ષ-૨૦૦૪ માં
ગ્રંથાલય કોમ્પ્યુટરાઈઝેશન ની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ગ્રંથાલયની જુની વર્ગીકરણ પદ્ધતિ બોર્ડન
વર્ગીકરણ પદ્ધતિ તે માટે ઉપયોગમાં લેવી શક્ય ન હોઈ સમગ્ર ગ્રંથસંગ્રહને ડ્યૂઈ દશાંશ વર્ગીકરણ પદ્ધતિ
અનુસાર વર્ગાંક આપવાનુ ભગીરથ કાર્ય પૂર્ણ કર્યા બાદ કોમ્પ્યુટરાઈઝેશન શક્ય બન્યુ અને ગ્રંથાલય ના
તમામ ગ્રંથોની ડેટાએન્ટ્રી દ્વારા કોમ્પ્યુટરાઈઝડ સેવાઓ વર્ષ-૨૦૦૫ માં શરૂ કરવામાં આવી.
R.F.I.D. SYSTEM:-
ગ્રંથાલયોમાં સુરક્ષા તથા વ્યવસ્થાકીય પ્રબંધ માટે ઉપયોગી એવી R.F.I.D. (Radio Frequency
Indentification Device) પ્રણાલીનો વિનિયોગ કરવામાં આવેલ છે. જે અંતર્ગત તમામ પુસ્તકોમાં
એક ઈલેક્ટ્રોનિક ચીપ (Chip) દ્વારા તેની આગવી ઓળખ (Identification) આપવામાં આવેલ છે.
તથા ગ્રંથાલયના પુસ્તક આપ-લે વિભાગ, બાળ અને મહિલા વિભાગ તથા સંદર્ભ વિભાગમાં Security Gate
મુકીને સુરક્ષા માટે આ પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવેલ છે. પુસ્તકોની શોધ તથા પુસ્તક મેળવવા માટે પણ
આ પ્રણાલી ઉપયોગી નિવડે છે. ગુજરાતમાં R.F.I.D. System અમલમાં હોય તેવા જૂજ ગ્રંથાલયોમાં
આ ગ્રંથાલયે સ્થાન મેળવ્યુ છે. ઓટો ચેક આઉટ ડેસ્ક:-
ગ્રંથાલયમાં વાચકોની સંખ્યા વધુ હોય ત્યારે લાઈનમાં ઉભુ ન રહેવુ પડે અને વાચક પોતાને ઈચ્છિત પુસ્તક
પસંદ કરી જાતે જ આ ઓટો ચેક આઉટ ડેસ્ક પરથી જાતે જ ઈસ્યુ કરીને લઈ જઈ શકે છે. વાચકોને ઝડપી
અને કાર્યક્ષમ સેવાઓ પૂરી પાડવા માટે તે ઉપયોગી નીવડેલ છે.
ડ્રોપ બોક્ષ સીસ્ટમ:-
ગ્રંથાલયના નિયમિત સમય બાદ કે રજાના દિવસે પણ વાચક વાંચવા લઇ ગયેલ પુસ્તક કોઇ પણ
સમયે પરત જમા કરાવી શકે તે માટે ડ્રોપ બોક્ષ સીસ્ટમ અમલમાં મુકાયેલ છે જેમાં વાચક પુસ્તક
ડ્રોપ કરે અને તે પુસ્તક તેના નામે પરત જમા થઇ જાય તેવી વ્યવસ્થા ઉભી કરેલ છે. વાચકને
પરત જમા કરાવેલ પુસ્તકની પહોંચ મળે છે.
ઓડીયો વિઝ્યુઅલ અને પ્રતિક્રૃતિ સેવાઓ:-
ઓડીયો વિઝ્યુઅલ યુનિટ્સ દ્વારા વાચકોને જ્ઞાન, માહિતી અને મનોરંજન પુરા પડાય છે.
વાચકોને ઈચ્છિત માહિતી માટે પુસ્તકોમાંથી પ્રતિક્રૃતિ માટેની સેવાઓ પૂરી પડાય છે.
કેરીઅર ગાઈડન્સ અને કોમ્પીટીટીવ એક્ઝામ ને લગતો કેરીઅર ઓપોર્ચ્યુનીટી કોર્નર :-
આ વિભાગમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કારકીર્દી ઘડતર માટેની જુદીજુદી પ્રવેશ
પરીક્ષાઓ ને લગતુ અદ્યતન સંદર્ભ સાહિત્યનો એક કોર્નર યુવાવર્ગ માટે શરૂ કરાયો છે. જેનો
લાભ યુવા વર્ગ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી સારૂ મેળવે છે. આ વિભાગને નવા ગ્રંથોના
ઉમેરા દ્વારા સતત અદ્યતન રાખવામાં આવે છે.
ડીઝીટાઈઝેશન પ્રોજેક્ટ :-
ગ્રંથાલય ના અલભ્ય ગ્રંથો ૧૯મી અને ૨૦મી સદીના જૂના સામયિકોના બંધાવેલ વોલ્યુમ્સ,
લાઈબ્રેરી મિસેલીની (૧૯૧૩-૧૯૧૯) ના બંધાવેલ અંકો તેમજ ફોટો આલ્બમને ડીઝીટાઝેશન
દ્વારા ઇલે. માધ્યમમાં વાચકોના ઉપયોગ અર્થે ઉપલબ્ધ બનાવવા અંગેનો પ્રોજેકટ હાથ
ધરવામાં આવેલ અને તે દ્વારા વાચકો આ અલભ્ય પુસ્તકો કોમ્પ્યુટર દ્વારા વાંચી શકશે.
R.O.પ્લાન્ટ થી વાચકોને શુધ્ધ પીવાના પાણીની સુવિધા :-
ગ્રંથાલયના વાંચકો માટે શુધ્ધ અને ઠંડુ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા સારૂ બે
(૨) R.O. પ્લાન્ટ સહિત વોટરકુલર મારફત ઠંડાપાણી ની સુવિધા ઉભી કરવામાં આવેલ છે.
ગ્રંથાલયની હાલની સેવાઓ:-
(૧) પુસ્તક આપ-લે વિભાગ:- સવારના ૮=૦૦ થી સાંજના ૭=૦૦ સુધી સળંગ.
(૨) મહિલા અને બાળ વિભાગ:- સવારના ૯=૦૦ થી સાંજના ૪=૩૦ સુધી સળંગ
(૩) સીનીયર સીટીઝન વિભાગ:-સવારના ૯=૦૦ થી સાંજના ૭=૦૦ સુધી સળંગ
(૪) સંદર્ભ વિભાગ:- સવારના ૧૦=૩૦ થી સાંજના ૬=૦૦ સુધી સળંગ
(૫) કેરીયર ઓપોર્ચ્યુનીટી વિભાગ:- સવારના ૧૦=૩૦ થી સાંજના ૬=૦૦ સુધી સળંગ
(૬) વિદ્યાર્થી અધ્યયન વિભાગ:- સવારના ૧૦=૩૦ થી સાંજના ૬=૦૦ સુધી સળંગ
(૭) કોપીરાઈટ વિભાગ:- સવારના ૧૦=૩૦ થી સાંજના ૬=૦૦ સુધી સળંગ
(૮) વાંચનાલય વિભાગ:- સવારના ૮=૦૦ થી રાત્રિના ૧૨=૦૦ સુધી.
(૯) મલ્ટી પરપઝ હોલઃ- ગ્રંથાલયમાં વિવિધ વિભાગોની પ્રવૃત્તિઓના આયોજન માટે તથા
તાલીમ વર્ગો, વર્કશોપ સેમિનારના આયોજન માટે ઉપયોગમાં લેવાય છે.
(૧૦) ફરતુ પુસ્તકાલય વિભાગ: વડોદરા અને નર્મદા જિલ્લાના અંતરિયાળ
ગામોમાં ૮૮ કેન્દ્રોમાં ગ્રંથાલય સેવા પૂરી પાડવામાં આવે છે. કેન્દ્ર સંચાલકને
માસિક નિયત માનદ્દ વેતન (હાલ માસિક રૂા.૫૦૦/-) ચૂકવવામાં આવે છે.
(૧૧) ગ્રામ ગ્રંથાલય વિભાગઃ- મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ૧૨
જિલ્લાઓમાં આવેલા કુલ – ૧૮૦૦ જેટલા ગ્રામ ગ્રંથાલયોને સબંધિત
જિલ્લા ગ્રંથાલય મારફત નિભાવ અનુદાન ચૂકવવામાં આવે છે. અને આ
ગ્રામ ગ્રંથાલયોની સેવાઓ કાર્યક્ષમ બને તે માટે પ્રયાસો કરવામાં આવે છે.
:: આંકડાકીય માહિતી ::
ગ્રંથાલયના નોંધાયેલ સભ્યો :
(અ) જનરલ સભ્યો: ૨૮૯૫૧
(ક) બાળ સભ્યો: ૩૬૬૧
(ડ) કુલ સભ્ય સંખ્યા: ૩૨૬૧૨
દૈનિક સરેરાશ પુસ્તક આપ-લે:- ૧૫૩૭
સંદર્ભ વિભાગના ઉપયોગ કર્તા:- દૈનિક સરેરાશ: ૬૮૪
વાંચનાલય વિભાગઃ- ઉપયોગકર્તાની દૈનિક સરેરાશ:- ૧૭૯૩
વર્તમાનપત્રોની સંખ્યા ગુજરાતી અંગ્રેજી હિંદી મરાઠી કુલ
૧૪ ૦૪ ૦૨ ૦૨ ૨૨
સામયિકોની સંખ્યા ગુજરાતી અંગ્રેજી હિંદી મરાઠી સિંધી કુલ
૧૧૭ ૩૬ ૨૩ ૦૪ ૦૩ ૧૮૩
ફરતા પુસ્તકાલયની સેવાઓ:- ૮૮ ગ્રામકેન્દ્રો નુ માસિક સરેરાશ :- ૪૩૬૨ પુસ્તકો ની આપ-લે
ગ્રંથાલયના ગ્રંથ સંગ્રહ ની વિગતો:- (તા.૩૧/૦૧/૨૦૧૭ ની સ્થિતિએ)
ગુજરાતી ભાષામાં ગ્રંથો : ૧,૦૬,૬૭૦
અંગ્રેજી ભાષામાં ગ્રંથો : ૮૩,૫૪૩
હિન્દી ભાષામાં ગ્રંથો : ૩૩,૪૨૫
મરાઠી ભાષામાં ગ્રંથો : ૪૨,૬૬૦
સિંધી ભાષામાં ગ્રંથો : ૪,૬૧૭
ઉર્દુ ભાષામાં ગ્રંથો : ૭,૬૫૯
કોપીરાઇટ વિભાગના ગ્રંથો : ૩૮,૯૧૦
જુના સામયિકોના બાઉન્ડ વોલ્યુમ : ૧,૮૨૪
ફરતા પુસ્તકાલય વિભાગના ગ્રંથો : ૧૭,૭૩૮
કુલ ગ્રંથ સંગ્રહ : ૩,૩૭,૦૪૬
વિશેષ નોંધ :-
આ પુસ્તકાલય ૧૦૦ ઉપરાંત વર્ષ જૂનું હોઇ તથા ભૂતપૂર્વ વડોદરા રાજય દ્વારા બંધાયેલ ઐતિહાસિક અને
સ્થાપત્યની દ્રષ્ટિએ ભારતભરમાં વિશિષ્ટતા ધરાવતો ગ્રંથભંડાર ધરાવતું ગ્રંથાલય હોઇ, સમગ્ર વર્ષ દરમ્યાન :
(૧) વડોદરા શહેર અને જિલ્લાની શાળાના બાળકો શૈક્ષણિક હેતુસરના ગ્રંથાલયની મુલાકાત
લઇ તેનો પરિચય અને સેવાઓની જાણકારી મેળવે છે.
(૨) સ્થાપત્ય શાસ્ત્ર (આર્કીટેકટ) ના વિદ્યાર્થીઓ વિશિષ્ટ લાઈબ્રેરી બીલ્ડીંગ તરીકે આર્કીટેકટની
દ્રષ્ટિએ પ્રોજેકટ રિપોર્ટ તૈયાર કરવા સારૂ અભ્યાસ અર્થે રાજયભર માંથી અને રાજય બહારથી
મુલાકાત માટે આવે છે.
(૩) વડોદરા રાજય સમયની સંસ્થાઓ અને તેની ઇમારતના સર્વે અને તે સબંધી જાણકારી
માટે ડોકયુમેન્ટરી ફીલ્મો તૈયાર કરતા વિદ્યાર્થીઓ/અભ્યાસુ યુવાઓ/ સંશોધકો
(૪) કલ્ચરલ એક્ષચેન્જ પ્રોગ્રામ હેઠળ આવતા વિદેશી પ્રવાસીઓ વડોદરાના પ્રવાસ દરમ્યાન
આ ગ્રંથાલયની મુલાકાત અવશ્ય લે છે.
(૫) ગ્રંથાલય અને માહિતીશાસ્ત્ર વિષય ના વિદ્યાર્થીઓ પ્રવાસ ના ભાગરૂપે તથા તાલીમ ના
ભાગરૂપે તથા તાલીમ ના ભાગરૂપે રજૂ કરવાના શોધ નિબંધ માટે વર્ષ દરમ્યાન નિયમિત
મુલાકાત લે છે.
(૬) અભ્યાસુ અને સંશોધક વાચકો આ ગ્રંથાલયના ગ્રંથસંગ્રહની વિશિષ્ટતાને કારણે સંદર્ભ
વિભાગનો નિયમિત રીતે અધ્યયન અને સંશોધન માટે ઉપયોગ કરે છે. જેમાં રાજય બહારના
વાચકો અને મુલાકાતીઓ નો પણ સમાવેશ થાય છે.
વિકાસલક્ષી આયોજન :-
(૧) ગ્રંથાલયના હાલના જૂના અને એક્ષટેન્ડેડ નવા બિલ્ડીંગમાં વિવિધ વિભાગો શરૂ કરાયેલ છે. પણ હવે જગ્યાની
સંકડાશ અનૂભવાય છે આથી હાલના ગ્રંથભંડારની લગોલગ ફરતા પુસ્તકાલયના ગેરેજવાળા ભાગમાં વધારાનું બે
માળનું બાંધકામ કરી બીલ્ડીંગમાં વધુ એક્ષટેન્શન કરાવવાનું આયોજન છે. જે માટેના રૂા.3.68 કરોડના ખર્ચના અંદાજો
મળેલ છે. જે માટેની નવી બાબત રજૂ કરેલ છે. જેને મંજૂરી મળતાં ત્યાં નવા વિભાગો શરૂ કરી શકાશે. આ અંગેની
કામગીરી ટુંક સમયમાં શરૂ થશે.
૦ ૦ ૦
મધ્યવર્તી પુસ્તકાલય, વડોદરા ખાતે રાજય ગ્રંથપાલના હોદ્દા પર
નિયમિત હોદ્દો ધારણ કરેલ અધિકારીઓની કાળ ક્રમાનુસાર યાદીઃ
૧. મિ. વિલીયમ એલીન્સન બોર્ડન
૨. શ્રી જર્નાદન એસ. કુડાલકર
૩. શ્રી ન્યુટનમોહન દત્ત
૪. શ્રી ટી. ડી. વાકનીસ
૫. શ્રી ઉમેદભાઇ પટેલ
૬. શ્રી હિંમતભાઇ જે. ઉપાધ્યાય
૭. શ્રી પી. પી. પરમાર
૮. શ્રી એન. સી. પંડ્યા
૯. શ્રી ડી. જે. ત્રિવેદી
૧૦. શ્રી બકુલેશ સી. ભુતા
૧૧. શ્રી મહેશભાઇ એસ. પરમાર
૧૨. શ્રી બકુલેશ સી. ભુતા
૧૩. શ્રી કૌશિક એ. શાહ
૧૪. શ્રી દિલીપ કે. શાહ